કારીગર ઉત્તમ પરમાર રોકડા રૂપિયા તફડાવી ગયો
સુરત, તા.૫
વરાછામાં મીનીબજાર અલૌકિક એક્ષ્પોર્ટ પ્રા.લિ.ની ઓફિસમાં કામ કરતો કારીગર રૂપિયા પાંચ લાખની ચોરી કરી ગયો હતો. વરાછા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા અંકુર ચોકડી, ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં દિપ્તેશભાઈ ભરતભાઈ પટેલે આરોપી કારીગર ઉત્તમ ચોથા પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વરાછા મિની હીરાબજાર ક્રિંક ટાવરમાં આવેલી અલૌકિક એક્ષ્પોર્ટ પ્રા.લિ.ની અોફિસમાં ટીચિંગનું કામ કરતો ઉત્તમ ચોથા પરમારે તા.૪-૪-૨૦૧૯નાï રોજ બપોરે એક વાગે રોકડા રૂપિયા પાંચ લાખની કોથળી લઈને નાસી ગયો હતો. ફરિયાદ બાદ પો.સ.ઈ. એમ.એન. કાતરિયાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



