બારડોલી લોકસભા બેઠક પર છેલ્લા દિવસે વધુ ૮ ઉમેદવારી પત્રકો ભરાયા

0
7

કુલ ૧૭ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા
વ્યારા, તા.૫

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની તા. ૨૩મી, એપ્રિલે યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિને ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.
ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા તરફથી મળતી વિગતો અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિને ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ૮ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હોવાનું જણાવ્યું હતું. અંતિમ દિને અપક્ષ ઉમેદવાર ઉમેદભાઇ ભીમસિંગભાઇ ગામીત, અપક્ષ સુરેશભાઇ મોતીપાભાઇ ચૌધરી, અપક્ષ અરવિંદભાઇ ભાણાભાઇ રાઠોડ, બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીના મોહનભાઇ બાબુભાઇ ગામીત, અપક્ષ ફતેસિંગભાઇ વાહર્યાભાઇ વસાવા, અપક્ષ પ્રજ્ઞેશભાઇ રતિલાલભાઇ ચૌધરી, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના સુરેશભાઇ બાબુભાઇ ગામીત અને અપક્ષ ચંદ્રકાંતભાઇ ગોવિંદભાઇ ચૌધરીએ ચૂંટણી અધિકારી સમક્ષ તેમના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.
આ અગાઉ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉત્તમભાઇ સોમાભાઇ વસાવા અને તેના ડમી ઉમેદવાર સુભાષભાઇ કાનજીભાઇ વસાવા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ડા. તુષારભાઇ ચૌધરી અને તેના ડમી ઉમેદવાર ભીલાભાઇ ગામીત, ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઇ નાગરભાઇ વસાવા અને તેમના ડમી હર્ષદભાઇ ચૌધરી, સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના ઉમેદવાર ગામીત કૌશિકભાઇ વિરેન્દ્રભાઇ, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર દિનેશભાઇ ગુલાબભાઇ ચૌધરી તથા અપક્ષ ઉમેદવાર સેમાનભાઇ કેવજીભાઇ વસાવાએ ઉમેદવારીપત્રો ભર્યા છે.
આમ, ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિન સુધીમાં ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ૧૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. ઉલ્લેનીય છે કે તા. ૦૫/૦૪/૨૦૧૯ના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તથા તા. ૦૮/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે એનું ચિત્ર સ્પષ્ટ થઇ શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY