સુરત, તા.૫
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧, નાનપુરા, નોંધ નં.૧૧૭૯/બ, કાલાપેશી મહોલ્લા વાળી મિલ્કતમાં મિલ્કતદાર મનહરલાલ પરમાર દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલા પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૪-૪-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત ચોથા અને પાંચમાં માળનો સલેબ ચણતર અને આંશિક છઠ્ઠા માળના સ્લેબ સહિત આશરે ૨૯૦૦ ચો.ફુટ દુર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૭૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




