ત્રણ લોકો ચપ્પુથી હુમલો કરી ફરાર
સુરત, તા. ૬
કામરેજ-ખોલવડ ખાતે આવેલા ઓપેરા રોયલ પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ રત્નકલાકાર પર ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જાસકા ગામના વતની અને હાલમાં કામરેજ-ખોલવડ ગામ ઓપેરા રોયલના એક ફ્લેટમાં રહેતાં બ્રિજેશ સતીષભાઈ પટેલ છુટક હીરાની મજૂરી કરે છે. ગતરોજ રાત્રિના સુમારે બ્રિજેશ પટેલ પોતાના એપાર્ટમેન્ટના ફ્લેટ પાસે ઉભો હતો. ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ તેની સાથે ગાળા ગાળી કરી દાદર પરથી નીચે પાડી દઈ ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બ્રિજેશભાઈ પટેલે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




