લીંબાયતમાં ભંગારના ગોડાઉનમાંથી રૂ.૪.૫૦ લાખનો દારૂનો જથ્થો પકડાયો

0
23

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઈશ્વર નગર ઈન્ડસ્ટ્રીઝમાં છાપો માર્યો
સુરત, તા. ૬
લીંબાયતમાં ભંગારના ગોડાઉનમાંથી ડીસીબી પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂ.૬,૫૦,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ડીસીબી પોલીસે બાતમીના આધારે લીંબાયત ઈશ્વરનગર ઈન્ડસ્ટ્રીયઝ ખાતા નં.૩૩/૩૪ના ભંગારના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ગોડાઉનમાંથી ડીસીબી પોલીસે દારૂની ૬૧૨૦ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે રૂ.૪,૫૦,૭૨૦ની કિંમતનો દારૂ અને બોલેરો ગાડી મળી કુલ રૂ.૬,૫૦,૭૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડીસીબી પોલીસે ગાડીવાળા, ભંગારના ગોડાઉન વાળા સહિતનાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ડીસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ સંદર્ભે લાગેલી આચાર સંહિતાના કડક અમલ સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કડક દારૂબંધી અમલી બનાવવામાં આવતા દારૂની અછત વચ્ચે ઉંચા ભાવે બેનંબરી દારૂનો વેપલો કરવા કેટલાક બુટલેગરો હજુ પણ સક્રિય હોય પોલીસે સંપૂર્ણ પણે દારૂ બંધી અમલ કરવાના હેતુ માટે બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લીંબાયતમાં ભંગારના ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY