સુરતની બે મહિલા વકીલને સળંગ ચાર વર્ષ માટે સભ્ય પદ મળ્યું
સુરત, તા. ૬
હાલમાં જ ઈન્ટરનેશનલ કાઉન્સિલ અોફ જ્યુરીસ્ટ, લંડનમાં સુરતનાં ૨૫ વર્ષથી વકીલાતમાં સંકળાયેલ તથા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હીના એડવોકેટ તનથા નોટરી શ્રીમતી પ્રીતિ જિજ્ઞેષ જાષી તથા એડવોકેટ શ્રીમતી દીપિકા પી. ચાવડાને આગામી સળંગ ચાર વર્ષ માટે ‘સભ્ય પદ’ પ્રાપ્ïત થયું. આ અગાઉ પણ ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચૂકેલા આ મહિલા વકીલોએ સમગ્ર વકીલ આલમનું તથા સુરત શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશનું સમ્માન વધાર્યું છે.
ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરીસ્ટની રજીસ્ટ્રડ ઓફિસ લંડન ખાતે કાર્યરત છે. આ વકીલોની લીગલ ક્ષેત્રની કામગીરીની નોધ લઈ તેઓને મેમ્બરશિપ અપાઈ છે. જે ગૌરવની વાત છે. હવે દેશના જ નહીં, પરંતુ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ કાયદાકીય જાગૃતિનો પ્રોગ્રામો અને એનઆરઆઈ સંબંધિત વિવિધ તકરાર તથા ડિસ્સપુટ અંગે પણ સેમિનારો યોજી શકાશે અને તેમાં ભાગ પણ લઈ શકાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




