સુરત, તા. ૬
ધોરણ ૧૦ અને ૧૨ બાદ કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે અંગેની વિદ્યાર્થીઅોની મૂંઝવણોને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નાનપુરા સમૃદ્ધિ ખાતે કેરિયર ગાઈડન્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છઠ્ઠા દિવસે શનિવારે તા. ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સાંજે ૪ઃ ૦૦ કલાકે ‘ચાર્ટર્ડ’ એકાઉન્ટ પ્રોફેશનï ‘વિશે’ સીએ જય છાયરા, ‘કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ’ વિશે ડો. હીનાબેન ઓઝા અને ‘કંપની સેક્રેટરીયટ પ્રોફેશન’ વિશે સુશ્રી કોમલ ખદારીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેમિનારનો વિનામૂલ્યે લાભ લઈ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





