૧૩ વર્ષીય કિશોરી ઘરમાંથી ૧.૮૪ લાખની મતા ચોરી પ્રેમી સાથે ફરાર

0
34

સુરત,તા.૬
સામાન્ય રીતે પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓ પ્રેમને પામવા માટે કંઇપણ હદ સુધી જતા હોય છે. આવો જ એક ઘટના સુરતમાં બની છે. ડિંડોલીમાં ધો.૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઘરમાંથી રોકડ દાગીના મળી રૂ.૧.૮૪ લાખની મતાની ચોરી કરી પ્રેમી સાથે પલાયન થઇ ગઇ હતી. નજીકમાં જ રહેતો અમન તિવારી નામનો યુવક સગીરાને ભગાડી ગયો હતો. ડિંડોલી પોલીસે તપાસ આદરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી ખરવાસા રોડ ઉપર શ્રી રેસિસીમાં રહેતો ૨૧ વર્ષનો અમન વિજય તિવારી મૂળ બિહારનો વતની છે. અમને નજીકમાં જ રહેતા યુપીવાસી પરિવારની ૧૩ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ધો.૭માં ભણતી વિદ્યાર્થિનીને અમને લગ્નની લાલચ આપી હતી.
દરમિયાન ગત તા.૪ના રોજ સાંજના સુમારે સગીરા ઘરમાંથી ચોરી કરી પ્રેમી સાથે ફરાર થઇ ગઈ હતી. પિતાએ કબાટમાં મુકેલી ઉઘરાણી અને ફીની રકમ તથા દાગીના મળી કુલ ૧.૮૪ લાખની મતા લઇ સગીરા પ્રેમી સાથે ઘર છોડી ફરાર થઇ ગઇ હતી.
પરિવારજનોએ તપાસ કરતા દીકરી ગુમ થવા સાથે રોકડ દાગીના પણ ગાયબ હોય સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. જેમાં નજીકમાં રહેતા અમન તિવારી સાથે તેમની દીકરી હાથમાં બેગ લઇ જતી દેખાય છે. સગીરાના પિતાએ ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે અમન તિવારી સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY