૩૦ જેટલી પ્રાદેશિક અને સ્થાનિક ચેનલો અને ૭ એપ.એમ.રેડિયો ચેનલોનું મોનીટરિંગ
સુરત, તા.૮
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચુંટણી પંચના આદેશાનુસાર શરૂ કરવામાં આવેલા ઈ.એમ.એમ.સી. અને મીડિયા સેન્ટરની આજરોજ જનરલ ઓબ્ઝર્વર ડો.એન.મંજુલા(I.A.S.) અને શ્રીમતી શાલિની પાંડે (I.D.E.S.)એ જાત મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત આજરોજ સુરત લોકસભાની સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગો માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.એન.મંજુલા અને શ્રીમતી શાલિની પાંડેએ નાનપુરા, આયોજન ભવન ખાતે કાર્યરત Electronic Media Monitroing Center (EMMC) અને મિડીયા સેન્ટરની મુલાકાત લઈ ઈ.એમ.એમ.સી. કર્મચારીઓ દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ચેનલો તથા રેડિયો એફ.એમ. ચેનલોના રાઉન્ડ ધ કલોક થઈ રહેલા મોનિટરીંગને નિહાળ્યું હતું, અને સમગ્ર કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
ચુંટણી નિરીક્ષકશ્રી ડો.એન.મંજુલા અને શ્રીમતી શાલિની પાંડેએ સ્થાનિક તથા પ્રાદેશિક સમાચાર ચેનલો તથા રેડિયો ચેનલોના કરવામાં આવતા મોનિટરીંગની જાત માહિતી મેળવીને જાહેરાતોના ભાવ તથા ખર્ચને લગતી વિગતો મેળવીને કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. આ વેળાએ નોડલ મીડિયા અધિકારી અને સંયુકત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સી.પી. પટેલ, ટેકનીકલ આસિસ્ટન્ટશ્રી એચ.ડી.તાડાએ સમગ્ર કામગીરીની વિગતોથી જનરલ ઓબ્ઝર્વરશ્રીઓને વાકેફ કર્યા હતા.
ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરાય ચૂકયા છે, ત્યારે ઉમેદવારો તથા પાર્ટી દ્વારા ઈલેકટ્રોનિકસ માધ્યમોમાં કરવામાં આવતા પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઈ.એમ.એમ.સી. સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો તથા રેડીયો પર આપવામાં આવતી જાહેરાતો, સ્ક્રોલ અને પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુઅલ દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ઈ.એમ.એમ.સી. સેન્ટરમાં રાઉન્ડ ધ કલોક ૫૦ કર્મયોગીઓના સ્ટાફ દ્વારા પ્રાદેશિક અને સ્થાનિક ચેનલો મળી ૩૦થી વધુ ચેનલોનું તથા ૭ એફ.એમ.રીડિયો ચેનલોનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જનરલ ઓબ્ઝર્વરશ્રીઓએ મિડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલી ૨૪-સુરત સંસદીય બેઠક અંતર્ગત સ્ત્રીપુરૂષ મતદારોનું પ્રમાણ, વિવિધ નોડલ ઓફિસર્સ, આર.ઓ.,એ.આર.ઓ., સુરત બેઠકનો ચૂંટણીલક્ષી ઈતિહાસ, આદર્શ આચારસંહિતા, મતદાતા હેલ્પલાઇન, મત આપવા માટે માન્ય દસ્તાવેજો જેવી ઉપયોગી અને જ્ઞાનવર્ધક જાણકારી દર્શાવતી ડિસ્પ્લે પેનલો નિહાળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



