બેંગ્લુરુથી દિલ્હી જતી સ્પાઇસ જેટ ફ્લાઇટમાં ૧૫૦થી વધુ પ્રવાસી ત્રણ કલાક સુધી ફસાયા

0
6

નાગપુર,તા.૧૧
બેંગલુરુથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસજેટનાં ૧૫૦ પ્રવાસીઓ માટે શુક્રવારની રાત તકલીફવાળી રહી હતી. રાત્રે આશરે બે વાગ્યે સ્પાઈસજેટનાં વિમાનમાં કોઈ ટેકિનકલ ખામી જણાતા નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનનું લેન્ડિંગ એરપોર્ટ પર જ થયું હોવા છતા પણ પ્રવાસીઓને વિમાનની બહાર કઢાયા નહોતા. લગભગ સાડા ત્રણ કલાક જેટલું વિમાનમાં ફસાઈ રહેવા બાદ સવારે ૫.૩૦ વાગ્યે પ્રવાસીઓને બહાર નિકળવા દેવાયા હતા.
બેંગલુરુથી દિલ્હી જતા સ્પાઈસજેટનાં વિમાનમાં પાયલટને ફ્યૂલ ગેજમાં કોઈ ટેકિનકલ ખામી હોય તેવું લાગ્યું હતું. ત્યારબાદ પાયલટે આશરે બે વાગ્યે નાગપુર એરપોર્ટ પર વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગનાં કારણે પ્રવાસીઓ પહેલાથી જ ગભરાયેલા હતા તેવામાં તેમને રાત્રે બે વાગ્યાથી સવારે ૫.૩૦ વાગ્યા સુધી વિમાનમાં જ બેસી રહેવું પડ્યું હતું. સવારે છ વાગ્યે પ્રવાસીઓને વિમાનમાંથી બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલમાં લઈ જવાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY