ચૂંટણી જંગ અંગે સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બનશે
સુરત, તા.૮
રાજ્યમાં આગામી ૨૩મી એિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી થવાની છે. રાજ્યની ૨૬ લોકસભા બેઠક માટે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેîચી શકાય છે. ત્યારબાદ જે તે બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જંગ માટેના ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે. સુરત લોકસભા બેઠક માટે ૨૮મી માર્ચથી ૪ એિલ સુધીમાં ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ૫મી એિલના રોજ ફોર્મ ચકાસણી દરમ્યાન ૯ ઉમેદવારોના ફોર્મ વિવિધ કારણોસર રદ્દ થતા કુલ ૧૩ ઉમેદવારોના ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્ય કરવામાં આવ્યા હતા.
આજે ૮મી એિલના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકવા માટેનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો છે. ત્યારબાદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ૨૩મી એિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને ચિન્હો અને ક્રમ નંબરની ફાળવણી કરવામાં આવશે.
સુરત લોકસભા બેઠક માટે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ, કોîગ્રેસ સિવાય અન્ય પક્ષો અને ૭ જેટલા અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. અપક્ષ ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી સકે તેવી શક્યતા છે. રાજકીય પક્ષનો ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની શક્યતા નહીવત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



