ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મેચ પર જુગાર રમતા બેને પકડી પાડ્યા
સુરત, તા.૮
શહેરમાં જુગારધારા અન્વયે બે કેસો થયા હતા. જેમા ડીસીબી પોલીસે આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતા બે જણાંની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને કેસમાં સાત જણાની ધરપકડ કરી કુલ રૂ.૭૦,૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ડીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે અમરોલી સુદામા ચોક પાસે ગંગોત્રી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી ૧/૧૦૩માં દરોડા પાડ્યા હતા. આરોપી જયેશ હિમ્મત ડોબરીયા, રાજેશ ધીરૂ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઅો આઈપીએલ મેચ ઉપર જુગાર રમાડતા હતા. ડીસીબી પોલીસે ઈલેક્ટ્રોનિક સાધનો, છ મોબાઈલ ફોન, રોકડા રૂ.૨૦૦૦૦ મળી કુલ રૂ.૫૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે મહિધરપુરા પોલીસે ગોલવાડ લીંમડી શેરીમાં જુગાર રમતા કરણ કાયસ્ય, ભાવેશ રાણા, વિષ્ણુ સંજય, નરેશ જરીવાળા, ધર્મેશ જરીવાળાની ધરપકડ કરી રોકડા રૂ.૧૨૬૭૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



