હળવદના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં સટ્ટો રમતા એક ઝડપાયો

0
27

હળવદના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા વિજય ચુનીલાલ જોબનપુત્રના મકાનમાં આઇપીએલ ક્રિક્રેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડ્તા સટ્ટો રમી રહેલ વિજય ચુનીલાલ જોબનપુત્રાને મોબાઈલ નંગ-૬ કીમત રૂ.૪૫૦૦ , રોકડ રકમ રૂ.૫૦૦૦, તોસીબા કંપનીનું ટીવી કીમત રૂ.૧૦૦૦૦ અને જીટીપીએલ સેટઅપ બોક્ષ કીમત રૂ.૧૦૦૦ મળી કુલ કીમત રૂ.૨૦૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો જગદીશભાઈ વલમજીભાઈ માકાસણા, મનીષ દરજી ઉફે શ્રીજી અને ટેમી પટેલના નામો ખુલતા હળવદ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY