અંધશ્રદ્ધાના કારણે લીમોદરા ગામે યુવક પર કુહાડીથી હુમલો

0
6

દંપતિએ કુહાડી મારી દેતા યુવકની હાલત ગંભીર
સુરત, તા.૮
કોસંબા લીમોદરા ગામ ખાતે તારી પત્ની ડાકણ છે. મારા પિતાને ખાઈ ગયેલ છે. તેમ જણાવી કુહાડીના હાથા વડે હુમલો કરી એક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી કોળી પટેલ સમાજનું દંપતિ ફરાર થઈ ગયેલ હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના લીમોદરા ગામના રઘુ ફળીયામાં લાલુભાઈ પટેલ રહે છે. તેની પત્નીનું નામ ભારતીબેન છે. ગત તા.૪થી એિ­લના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે કોળી પટેલ સમાજના મિનેષભાઈ પટેલ અને તેમની પત્ની દક્ષાબેન પટેલે લાલુભાને જણાવ્યું હતું કે, તારી પત્ની ડાકણ છે. મારા પિતા ભરતભાને ખા ગયેલ છે અને હવે મારી માતાને પણ ખાઈ જશે તેમ જણાવી ગાળો બોલી કુહાડીના હાથા વડે લાલુભા પર હુમલો કરી પગે ફ્રેક્ચર કરી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY