ફરાર પોલીસ કર્મચારીઓને ઝડપી પાડવા પોલીસ તપાસ

0
13

લક્ઝરી બસ ટેક્સ ચોરી કાંડ
સુરત પોલીસની એક ટીમ મહેસાણા તથા એક ટીમ બોટાદમાં
સુરત, તા.૯
સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસના ટેક્સચોરી કૌભાંડમાં સંકળાયેલા સરથાણા પીઆઈ એન.ડી. ચૌધરી, પીએસઆઈ ગોહિલ સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરદ્ધ લાંચ રૂશ્વતનો ગુનો દાખલ કરાયા બાદ એસીપી અભીજીતસિંહ પરમારે આરોપીઓની ધરપકડ કરવા માટેની એક પોલીસની ટીમ મહેસાણા અને બોટાદ ખાતે મોકલી આપવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, ચારેય પોલીસ કર્મચારીઅો લક્ઝરી બસના માલિકો પાસે રૂ.૩૦ લાખની લાંચ લઈને ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગત દિવસોમાં સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસનો રૂ.૮ લાખનો ટેક્સ બચાવવા ટ્રાવેર્લ્સના માલિકીઓ નંબર પ્લેટ અને ચેસીસ બદલી નાંખવામાં આવી હતી. લક્ઝરી બસના સંચાલકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.ડી. ચૌધરી તથા પીએસઆઈ ગોહિલ સહિત ચાર પોલીસ કર્મીઓએ રૂ.૩૦ લાખની લાંચ લઈને પોલીસ કેસ કરવાનો રફેદફે કરી નાંખ્યો હતો. આ મામલે એસીપી સીકે પટેલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ બી ડીવીઝનના એસીપી પરમાર કરી રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY