ગેરકાયદે ટ્રેડીંગ કરતા સુનિલ ડાંગરાની ધરપકડ
સુરત, તા.૯
મગોબમાં ડીસીબી પોલીસે ડબ્બા ટ્રેડીંગના જુગાર ઉપર દરોડા પાડી રૂપિયા ૭૫ હજારની મુદ્દામાïલ સાથે ડબ્બા ટ્રેડીંગનો જુગાર ચલાવતાં સુનીલ ડાંગરાની ધરપકડ કરી હતી.
ડીસીબી પોલીસના હે.કો. મુકેશ મૂળચંદને મળેલી બાતમીના આધારે પોલીસે ટીમે મગોબ સીટાડેલ દુકાન નં. જી-૫૯મા દરોડા પાડયા હતા. આ ઓફિસમાં ગેરકાયદે રીતે ડબ્બા ટ્રેડીંગનો જુગાર રમાતો હતો. આરોપી સુનીલ જુગલ કિશોર ડાંગરાની ડીસીબી પોલીસે ધરપકડ કરી હતી. ડીસીબી પોલીસે ઓફિસમાંથી રોકડા રૂપયા ૨૫,૦૦૦, મોબાઈલ ફોન, કોમ્પ્યૂટર, ટીવી સહિતની ઈલેકટ્રોનિક સાધનો મળી કુલ્લે રૂપિયા ૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે આરોપી સુનીલ ડાંગરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




