ન્યુ દિલ્હી,તા.૮
કોંગ્રેસે રોબર્ટ વાડ્રાના સહયોગીના ઘરે ED ની રેડ પાડવાને લઈને મોદી સરકાર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે PM મોદીએ રાજકિય વિરોધીઓ સામે લડવા માટે CBI અને ED અને આયકર વિભાગને બંધાયેલી શ્રમ બનાવી દીધી છે.
કોંગ્રેસે દાવો કર્યો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં BJP ની હાર જાઈને મોદી સરકાર ઘભરાયેલી છે. અને વાડ્રાની સામે પ્રતિશોધની ભાવના સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધીના જમાઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા મનુ સિંઘવીએ કહ્યું કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં BJPની હાર જાઈને મોદી સરકાર ફરી જૂના હથંકડોના તરફ પાછી ફરી છે. છેલ્લા ૫૪ મહિનાઓમાં મોદી સરકારના ભ્રષ્ટાચારની સામે લડાઈ નાકામ સાબિત થઈ છે. હવે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રયાસ કરવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે ED એ રક્ષા ડીલમાં કેટલાક સંદિગ્ધો દ્વારા કથિત રીતે કમીશન જાણવા માટે તપાસના સંબધમાં શુક્રવારે રોબર્ટ વાડ્રાની કંપનીઓ સાથે જાડાયેલા ત્રણ લોકોના ઘરે રેડ પાડી કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



