ઉધનામાં જુગાર રમતા ૪ જુગારીઓ પકડાયા

0
7

સુરત, તા.૯
ઉધના રેલવે સ્ટેશન સામે જુગાર રમતાં ચાર જણાંની રોકડા રૂપિયા ૧૮,૬૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન સામે આવેલી ગલીમાં જુગાર રમતા કૃષ્ણકુમાર ઉર્ફે બબલુ ગૃપ્તા, અંકિતકુમાર ગોણ, જહાંગીર શેખ, ઝાબીર સત્તાર શેખની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે દાવ ઉપર અને અંગ ઝડતી દરમિયાન રોકડા રૂપિયા ૧૮,૬૬૦ કબજે કર્યા હતા. તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY