સરથાણામાં એસટી બસે ઉડાવી દેતા આધેડ વયના રાહદારીનું મોત

0
24

અકસ્માત બાદ એસટી બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો
સુરત, તા.૯
સરથાણા બીઆરટીએસ સાગવાટી પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને એસટી બસે અડફેટમાં લેતા મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોકોનું ટોળુ ભેગુ થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. બસ ચાલક બસ મૂકીને નાસી ગયો હતો. સરથાણા પોલીસે એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૦૪૫ના ચાલક વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતા ગટોરભાઈ ભીમજીભાઈ ચાવડાના ભાઈ નરશીભાઈ ભીમજીભાઈ ચાવડા (ઉ.વ. ૫૨) ગત તા. ૭/૪/૨૦૧૯ના રોજ રાત્રે ૧૧ઃ૦૦ કલાકે સાગવાટી બીઆરટીએસ બસ સ્ટેન્ડ રોડ ક્રોસ કરતા હતા. આ સમયે એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૦૪૫ના ચાલકે બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નરશીભાઈને અડફેટમાં લેતા ફંગોળી ગયા હતા. જેને કારણે નરશીભાઈને કપાળના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુથયું હતું. સરથાણા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY