આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર એક બુકીની ધરપકડ

0
15

સુરત, તા.૧૦
આઈપીએલ મેચ ઉપર જુગાર રમાડતા બુકીની પીસીબી પોલીસે ધરપકડ કરી રૂપિયા ૪૧૯૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે સૈયદપુરા પોલીસ ચોકી રામજી મંદિર ચાલ ઘર નં.૭/૧૯૩૭/૩૮ના પહેલા માળે દરોડા પાડ્યા હતા. આરોપી જયેશ શ્યામ સુંદર આચાર્ય પોતાના ઘરમાં એપ્લીકેશન મદદથી મોબાઈલ ફોન અને ટી.વી. મારફતે આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ-૧૧ પંજાબ ટીમ વચ્ચે રમાતી મેચ ઉપર જુગાર રમાડતો હતો. પીસીબી પોલીસે ટીવી મોબાઈલ ફોન, સેટટોપ બોક્સ, રોકડા વગેરે મળી કુલ રૂ.૪૧૯૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે બુકી જયેશ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY