દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક ડીગ્રીનો વધારો : સુરત શહેરમાં ૩૬ ડીગ્રી

0
8

સુરત, તા.૧૦
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ દરમ્યાન હિટવેવ (અસહ્ના ગરમી)ની અસર રહેશે. આજે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ગતરોજની સરખામણીએ નજીવો વધારો થતા બપોરના સમયે ગરમીનો પારો વધી રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨ મિલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે એક ડીગ્રી વધારો નોંધાયો છે. નવસારીમાં અધિકતમ તાપમાન ૩૫.૫ ડીગ્રી અને વલસાડમાં અધિકતમ તાપમાન ૩૪.૪ ડીગ્રી નોંધાયું છે.
રાજ્યના હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. આગામી બે ત્રણ દિવસ દરમ્યાન ગરમીનો પારો ૩ થી ૪ ડીગ્રી વધે તેવી શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY