વરાછામાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝબ્બે

0
9

સુરત, તા.૧૦
વરાછા પોલીસે દારૂ ભરેલી રિક્ષા જપ્ત કરી હતી. પોલીસે રિક્ષાને અટકાવતા રિક્ષા ચાલક રિક્ષા મૂકીને નાસી ગયો હતો. વરાછા પોલીસે રૂપિયા ૩૨,૧૬૦ની કિંમતનો દારૂ અને રિક્ષા મળી કુલ રૂ.૯૨૧૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વરાછા પોલીસ ભવાની સર્કલ અલ્કાપુરી બ્રીજ પાસે પેટ્રોલિંગમાં હતી. ત્યારે રિક્ષા નંબર જીજે-૦૫-એવાય-૮૩૨૫ને અટકાવતા રિક્ષા ચાલક રિક્ષા મુકીને નાસી ગયો હતો. પોલીસે રિક્ષામાં તપાસ કરતા રૂપિયા ૩૨૧૬૦ની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને રિક્ષા કબજે કરી રિક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY