સુરત, તા.૧૦
કોસંબા પીપોદરા વિશ્વકર્મા નગર પ્લોટ ખાતે આવેલી ક્રિષ્ણા એગ્રો કોલ્ડ સ્ટોરેજમાંથી ટેન્કરમાં ભરેલુ હાઈડ્રોજન પેટ્રોક્સાઈડ સોનગઢ સુધી પહોંચાડવાનું હતું. પરંતુ આરોપીઓએ રસ્તામાં પોતાના આર્થિક ફાયદા માટે કેમિકલનો જથ્થો કાઢી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલીના વતની અને હાલમાં વરાછા એ.કે. રોડ ખાતે રહેતા પ્રકાશભાઈ કાળુભાઈ પટેલ, કિશન બહાદુર કુવર, દિનેશ સોનકર, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તથા ભાવેશ કાથરોટીયા વગેરેઓ કીમ પીપોદરા ક્રિષ્ણા એગ્રો કોલ્ડ સ્ટોરેજના કંપાઉન્ડમાંથી સોનગઢ જે.કે. પેપર લિમિટેડમાં હાઈડ્રોજન પેટ્રોક્સાઈડ નામનું કેમિકલ ટેન્કરમાં ભરીને પહોંચાડવાનું હતું. પરંતુ આરોપીઓએ રસ્તામાં થોડોક કેમિકલનો જથ્થો કાઢી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. કોસંબા પોલીસે આઈપીસી ૪૦૭, ૪૧૧, ૪૧૪ તથા ૧૨૦બી મુજબનો ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ભાવેશ કાથરોટીયાને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



