સુરત, તા.૧૦
કડોદરા જીઆઈડીસી તાતીથૈયા ગામ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પિતાએ પોતાની ૧૧ વર્ષની સગીર પુત્રી સાથે બળાત્કાર કરવાની કોશિશ કરતા સગીરાએ પિતા સામે બળાત્કારની કોશિશની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા તાતીથૈયા ગામ ખાતે મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો વતની એકશ્રમજીવી પરિવાર રહે છે. તેમની એક ૧૧ વર્ષની પુત્રી છે. ગત તા.૧૮મી એિલ ૨૦૧૮ થી આજદિન સુધી પિતાએ પોતાની સગી પુત્રીની સાથે છેડતી કરી ગુપ્તભાગે ચુંબનો કરી, પોતાનું ગુપ્તાંગ બતાવી બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. અત્યાર સુધીમાં દસથી પંદર વખત આવુ અપકૃત્ય પિતા દ્વારા કરવામાં આવતા સગીર પુત્રીએ પિતા સામે આઈપીસી ૩૭૬ (એ), અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતાનું મેડીકલ પરીક્ષણ કરાવી તેનું નિવેદન નોંધવાના ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે ફરાર થઈ ગયેલા પિતાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



