પતિની કુટેવના કારણે ૧૦ મહિનાથી પત્ની પિયરમાં રહેતી હતી
સુરત, તા.૨૪
શાહપોર ખાતે રહેતી એક પરિણીતાએ પતિ વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ મુજબ એક અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જે અરજીની સુનાવણી પુરી થતા પરિણીતાના એડવોકેટ િતિબેન જાષીની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે પરિણીતાને આવાસ (મકાન)ની વ્યવસ્થા કરી આપવાની અને જ્યાં સુધી આવાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મકાનના ભાડા પેટે રૂ.એક હજાર અરજી કર્યાની તારીખથી ચૂકવી આપવા આ સાથે સગીર પુત્રીના ભરણ પોષણ તથા દવાના ખર્ટ પેટે રૂ.૧ હજાર અને પરિણીતાના ભરણ પોષણ તથા દવાના ખર્ચ પેટે રૂ.ત્રણ હજાર પતિએ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
આ કેસની ટુંકી વિગતો એવી છે કે શાહપોર ખાતે રહેતી સબાના ટેલરના નિકાહ જાવેદ ટેલર સાથે થયા હતા. જાવેદ ટેલર જુગાર રમવાની ટેવ વાળો અને લગ્ન બહારના સંબંધો ધરાવતો હોવાને કારણે પતિ પત્નીના ઝઘડાઓ થયા કરતા હતા. છેલ્લા ૧૦ મહિનાથી શબાના ટેલર પિયરમાં રહેતી હતી અને તેણે એડવોકેટ જેષી મારફતે પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂદ્ધ ઘરેલુ હિંસાંની અરજી કોર્ટમાં કરી હતી.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



