કાલથી સુરતમાં બામસેફ અને મૂળ નિવાસી સંઘનું રાષ્ટ્રીય અધિવેશન

0
19

જસ્ટીસ સી.એસ. કર્ણન સહિતના મહાનુભવો સુરત આવશે
સુરત, તા.૨૪
રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તાતારામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બામસેફના ઉપક્રમે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ દ્વારા ‘ભારતીય સંવિધાન બચાવો અને લાગુ કરો’ અભિયાન અંતર્ગત અો.બી.સી. સમર્પિત ૩૫’મું સંયુક્ત રાષ્ટ્રીય અધિવેશન તા.૨૫’મીથી તા.૨૯’મી સુધીના પાંચ દિવસ સુરતમાં આયોજિત કરવામાં આવ્યું છે. સુરતના રૂઘનાથપુરા, લાલદરવાજા સ્થિત શ્રી સુરતી મોઢવણીક વાડીમાં પાંચ દિવસીય અધિવેશન મળશે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં દેશ-વિદેશના ત્રણ હજાર જેટલા ડેલીગેટ્સ ભાગ લેશે.
રાષ્ટ્રીય અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે જસ્ટીસ સી.એસ. કર્ણન સુબચનરામ, આઈઆરએસ (પ્રધાન આયકર આયુક્ત, ઈલ્હાબાદ), જસ્ટીસ કોલસે બી. પાટીલ (સે.નિ.હાઈકોર્ટ જજ), પદ્મશ્રી સુખદેવ થોરાટ (પૂર્વ ચેરમેન યુજસી), જનાબ એસ.એમ. મુસરિફ, આઈપીએસ (પૂર્વ આઈજીપી, મહારાષ્ટ્ર, ડો.જી.એલ. ભગત, આઈઆરએસ (પૂર્વ મુખ્ય આયકર આયુક્ત), છોટુભાઈ વસાવા (વિધાયક અને મૂલનિવાસી વિચારક, ગુજરાત), એમ.એસ. બહલ (ઈન્ટરનેશનલ કો.અોર્ડીનેટર, બામસેફ યુકે),ગ્રો.ન્ટ મૈકફરલૈન્ડ (યુએસએ), ફકીરચંદ (ઈન્ટરનેશનલ કો-અોર્ડીનેટર, બામસેફ યુએસએ), એડ. રણવીર દેસાઈ (રાજનીતિ, સંવિધાન, સામાજિક કાનૂની વિશ્લેષક, ગુજરાત), ગમનસિંહ આઈઆરએસ (પૂર્વ આયકર આયુક્ત),ડો. સંજીવ રંજન (ફિનલૈન્ડ), પી.એમ. અંસારી (પૂર્વ સચિવ, ગુજરાત સરકાર), મૌલાના અર્શદ અહમદ મીર (અધ્યક્ષ જમાઅત એ ઉલમા સુરત), હર્ષદીપ કામ્બલે, આઈએએસ (સચિવ મહારાષ્ટ્ર સરકાર), ડો. મયુર વાઘેલા (એમએસ), (પૂર્વ સચિવ, ગુજરાત સરકાર), જી.કે. પરમાર, આઈપીએસ, (પૂર્વ ડીજીપી ગુજરાત), આયુ. સાવિત્રીબાઈ ફૂલે (સાંસદ અને મૂલનિવાસી વિચારક, ઉત્તર પ્રદેશ) વગેરે મહાનુભાવો હાજરી આપશે અને જુદા જુદા સત્ર મુજબ સંબોધન કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY