બાબાજી બાગ પ્રોજેક્ટમાં ફ્લેટનું બુકિંગ કરાવનાર લોકો છેતરાયા

0
9

રેસીડેન્સી પ્રોજેક્ટનું આયોજન કરનાર એફ-ઝેડ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ફરિયાદ
સુરત, તા.૧૧
સને ૨૦૧૦માં બાબાજી બાગ નામના રેસીડેન્સી પ્રોજેક્ટનું આયોજન કરી ફ્લેટ બુકિંગના નામે લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવી બાંધકામ નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. તેમજ બાબાજી બાગના પ્રોજેક્ટના સંચાલકો ફ્લેટ બુકિંગમાં રૂપિયા આપનારાના નામે સેલ્ફ ચેક રૂપિયા પણ ઉપાડી લીધા હતા.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝાંપાબજાર તૈયબી મહોલ્લો એસએન એપાર્ટમેન્ટમાં રહેતાં શહેનાઝ ખોઝેમભાઈ દાગીનાવાળાએ આરોપી એફઝેડ એન્ટરપ્રાઈઝના ભાગીદાર આસેફા જાહરમુલ્લા અબ્દુલ હુસૈન મલમપટ્ટીવાળા સહિતના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બાબાજી બાગ નામના રેસીડેન્સી પ્રોજેક્ટનું આયોજન સને ૨૦૧૦માં કર્યું હતું. આ પ્રોજેક્ટમાં ફરિયાદીએ ફ્લેટનું બુકિંગ કરાવી બાનાની રકમ આપી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ મુજબ બાંધકામ નહીં કરી આરોપીઓએ ફરિયાદીના નામથી બેરર ચેક બનાવી જાતે જ ઉપાડી લઈ ફરિયાદીને રકમ પરત કરી હોવાનું બતાવી ફરિયાદી સાથે રૂપિયા ૮૨૫૦૦ની ઠગાઈ કરી હતી. તેમજ આ પ્રોજેક્ટમાં ફ્લેટ બુકિંગ કરાવનારા અન્ય ફ્લેટધારકો સાથે પણ આરોપીઓએ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી પો.સ.ઈ. જે.પી. ગુપ્તાએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY