જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક પર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ

0
10

બાંધકામ મટીરિયલ આંગણામાં મુકાતા ઝઘડો થયો હતો
સુરત, તા.૧૧
પુણા વિસ્તારની નંદનવન સોસાયટી ખાતે નજીવી બાબતમાં ઝઘડો થતા પિતા પુત્રએ એક સ્કૂલ સંચાલકના કાનમાં બચકુ ભરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણાગામ રાધાસ્વામી સોસાયટીમાં મયુરભાઈ ઉકાભાઈ બલદાણીયા રહે છે. તેમની એક જ્ઞાનગંગા વિદ્યાલય આ સોસાયટીમાં આવેલી છે. તેઅો આ સ્કૂલના સંચાલક છે. પોતાની સ્કૂલનું રીપેરિંગનું કામકાજ ચાલતું હતું અને તેઓ રીપેરિંગનો સરસામાન સોસાયટીમાં રહેતાં નારણભાઈ અને પુત્ર મહેશભાઈના ઘર પાસે મુક્યો હતો. સામાન હટાવી લેવાની બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા પિતા પુત્રએ તિક્ષ્ણ દાંતથી સ્કૂલના સંચાલક મયુરભાઈના કાન પર બચકુ ભરતા તેમને સારવાર માટે પરવત પાટીયા આસ્થા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY