પ્લાસ્ટિક જપ્ત કરી બન્ને સંસ્થાઓને દંડ કરાયો
સુરત, તા.૧૧
સુરત મહાનગરપાલિકા હસ્તકના નોર્થઝોન (કતારગામ) અમરોલી વિસ્તારના કાર્યક્ષેત્રમાં આવેલ શ્રીરામ ચોકડી કોસાડ પાસે આવેલ ભૈરૂનાથ કરિયાણા સ્ટોર્સ નામની દુકાન આવેલ છે. સદર સંસ્થામાં તા. ૦૫/૦૪/૨૦૧૯ના રોજ મુખ્ય આરોગ્ય નિરીક્ષક, આરોગ્ય નિરીક્ષક તેમજ મદદનીશ આરોગ્ય નિરીક્ષનકશ્રી હાજર રહી ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટીક સંગ્રહ કરેલ માલમ પડેલ જેમાં કુલ ૧૭૩ કિ.ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. તથા વહીવટી ખર્ચ રૂ. ૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પુરા) વસૂલ કરવામાં આવેલ છે. તેમજ સંસ્થા પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિક ન રાખવા બાંહેધરી આપેલ છે. તા. ૦૬/૦૪/૨૦૧૯ના રોજ છાપરા ભાઠા વોર્ડ વિસ્તારમાં આવેલ (૧) ઓમ નારાયણ સુપર સ્ટોર્સ (૨) ઓમ ડેવ નારાયણ ટ્રેડર્સ છાપરા ભાઠા મેઈન રોડમાંથી અનઅધિકૃત પ્રતિબંધિત પ્લાસ્ટિક ૪૪ કિ.ગ્રામ જપ્ત કરી અને રૂ. ૨૦,૦૦૦/- (વીસ હજાર પુરા) વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. તેમજ અમરવોલી વોર્ડ ઓફિસ સામે આવેલ (છાપરાભાઠા રોડ) શ્રીજી રેસિડેન્સીમાંથી અનઅધિકૃત પ્રતિબંધિત પ્લાસ્ટિક કુલ ૩૧૫ કિ. ગ્રામ જપ્ત કરી અને રૂ. ૧૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. ઉપરોકત દુકાન ધારકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન રાખવા બાબતે તાકીદે કરેલ છે. કુલ્લે ટોટલ ૪૦,૦૦૦/- (ચાલીસ હજાર પુરા) વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક કુલ્લે ૫૩૨ કિલો જપ્ત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




