ફર્નિચર, ટીવી સહિત ઘરવખરીનો સામાન સળગી ગયો
સુરત, તા.૧૨
આજે વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા નવ વાગ્યાના સુમારે સૈયદપુરા લેખડીયા શેરીમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ગ્રાઉન્ડ ફલોર તથા બે માળનું મકાન અને ત્રીજા માળે પતરાનો શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો. ફાયર ઓફિસર મહેશ પટેલ અને રાજપૂત સ્ટાફ સાથે પહોંચી આગને કાબૂમાં લેઢવાનો પ્રયાસ કર્યો હતો. આગના લીધે ઘરમાં સભાને સામાન, અનાજ, ટીવી, કપડા સહિત તમામ ઘરવખરી બળી ગઈ હતી. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ સવારે સાડા નવ વાગે લાગી હોવાથી ઘરના તમામ સદસ્યો સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. આગના લીધે ઘરવખરી સામાન બળી ગયો છે. આગનું કારણ જાણવા મળ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



