ગુજરાત બોર્ડની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓની પરિક્ષા પૂર્ણ

0
14

વાર્ષિક પરીક્ષા પૂરી થવા સાથે ઉનાળુ વેકેશન શરૂ
સુરત, તા.૧૨
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળા વેકેશનની તૈયારી કરૂ કરવામાં આવી છે જ્યારે શિક્ષકો પરિણામ બનાવવાની સાથે ચૂંટણીની કામગીરીમાં જાતરાશે.
શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડ માન્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ ભાર હળવો થવા જઈ રહ્ના છે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળા વેકેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાનો આનંદ અને નવા શૈક્ષણિક વર્ષની ચિંતા શરૂ થઈ છે. ખાનગી સ્કૂલો દ્વારા ધો. ૯ અને ૧૧ સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આગામી નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા આપનારા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂથવાના પહેલાં જ અભ્યાસ શરૂથઈ ગયો છે. ખાનગી  ટયુશન સંચાલકો દ્વારા પણ બોર્ડની પરીક્ષા માટેની અત્યારથી જ આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY