સુરત,તા.૧૨
સુરત ખાતે કતારગામ વિસ્તારમાં રહેતા તળશીભાઇ માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક વ્યક્તિ દ્વારા તેમને રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા. અને પોતાના મોબાઇલમાં તેમના પુત્રનો ફોટો બતાવી રૂપિયા ૫૦ લાખની ખંડણીની માગ કરી હતી. જો કે, તળશીભાઇ સતર્ક હતા તેમના દ્વારા આરોપીને અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પરંતુ તે જવાબ આપી શક્યો નહતો. તેથી તે ત્યાંથી ફોન ઉપર સંપર્કમા રહેવાનું કહી ફરાર થઇ ગયો હતો.
ફોન ઉપર અને રૂબરૂ બંને વખત ચૂંટણી ફંડ માટે મુંબઇથી રાણાભાઇએ ૫૦ લાખ માગ્યાની વાત કરતો હતો. ઉપરાતં તે તળશીભાઇના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. સાથે સાથે તે વ્યક્તિએ પોતાનો બેંક એકાઉન્ટ નંબર પણ તળશીભાઇને નાણાં જમા કરાવવા માટે આપી ગયો હતો.
તળશીભાઇએ આ પ્રકારના ફોન આવતા પહેલા તેઓ ગભરાઇ ગયા હતા. પરંતુ બાદમાં તેઓએ હિંમત એકઠી કરી તાત્કાલીક પણે સુરત શહેર પોલીસ કમિશ્નરને મળ્યા હતા. આ કેસની ઝીણવટ ભરી તપાસ કરી વિગતો પોલીસે એકઠી કરવા માંડી હતી. પોલીસ દ્વારા ફોન નંબરનું લોકેશન સહીતની અન્ય વિગતો મળેવી હતી.
આ ઉપરાંત સાવન દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટ ડિટેલ થકી પણ તાત્કાલિક પણે સાવનનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. લોકેશન મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલીક પણે સાવનની ધરપકડ કરી લેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



