સપ્તાહના અંતે શેરબજાર ફ્લેટ બંધ ઃ સેન્સેક્સમાં ૧૧ અંકનો ઘટાડો

0
86

મુંબઈ,તા.૨૦
સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટ દબાણ હેઠળ સુસ્ત ચાલના અંતે ફ્લેટ બંધ રÌšં છે. શુક્રવારે સવારે સેન્સેક્સ સાધારણ વધીને ખુલ્યા પછી ઘટ્યો હતો અને નેગેટિવ વોલેટાઇલ ચાલના અંતે -૧૧.૭૧ (-૦.૦૩%) પોઇન્ટ ઘટીને ૩૪,૪૧૫.૫૮ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૧.૨૫ પોઇન્ટ ઘટીને ૧૦,૫૬૪ પર ફ્લેટ બંધ થયો છે. આઇટી સિવાયના તમામ સેક્ટર્સમાં ઘટાડો આવ્યો છે. ટીસીએસ ૬.૭૬ ટકા અને ઇન્ફોસીસ ૪ ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યા છે.
આજના સેશનમાં માર્કેટમાં આઇટી સિવાયના તમામ સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો જાવા મળ્યો છે. તેમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૨.૪૯ ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ ૦.૯૨ ટકા અને ફાઇનાન્શયલ સર્વિસીસ ૦.૭૪ ટકા ઘટ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી ૦.૭૩ ટકા ઘટીને ૨૪,૯૪૩ પર બંધ રહ્યો છે. આ ઉપરાંત એનર્જી ૧.૨૩ ટકા, મેટલ ૦.૭૩ ટકા, મીડિયા ૦.૯૬ ટકા, રીયલ્ટી ૦.૯૬ ટકા, એફએમસીજી ૦.૨૨ અને ફાર્મા ૦.૧૧ ટકા ઘટ્યા છે.
ટીસીએસના સારા પરિણામના પગલે શેર ૬.૭૬ ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો છે. તેના પગલે ઇન્ફોસીસ ૪ ટકા અને વિપ્રો ૨.૩ ટકા વધીને બંધ રહ્યા છે. આઇટી શેરોમાં તેજીના પગલે એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ ૪.૮૦ ટકા વધ્યો છે.
સેન્સેક્સમાં ૩૦માંથી ૨૧ શેરો ઘટીને બંધ રહ્યા છે. યસ બેન્ક ૩ ટકા ઘટીને ટોપ લુઝર હતો. એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૪૯ ટકા, રિલાયન્સ ૧.૪૦ ટકા, એલએન્ડટી ૧.૪૯ ટકા અને એસબીઆઇ ૧.૯૭ ટકા ઘટ્યા છે. આ શેરોના કારણે માર્કેટ પર ઘટાડાનું દબાણ રહ્યુ છે. જ્યારે ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો અને ભારતી એરટેલ ૬.૭૬ ટકાથી ૧.૪૭ ટકા વચ્ચે વધ્યા છે.
ટીસીએસના ચોથા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, નફો ૫.૭૧ ટકા વધી રૂપિયા ૬૯૦૪ કરોડ થયો હતો. તેમજ કંપનીએ એક શેરે એક બોનસ શેર આપ્યો હતો. ટીસીએસના ધારણા કરતાં સારા પરિણામોને પગલે નવી લેવાલી આવી હતી, અને ટીસીએસના શેરનો ભાવ ૪ ટકા કરતાં વધુ વધ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ, યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. બેંકિંગ સેકટરના શેરોમાં જારદાર વેચવાલી આવી હતી, આથી બેંક શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY