પ્રતિષ્ઠિત ઈન્ડિયા સ્ટાર આઈકોન એવોર્ડ મેળવતા સાગર ઠાકર

0
6

ભોપાલ ખાતેના કાર્યક્રમમાં અપાયેલુ સન્માન
સુરત, તા.૧૨
એક જ દેશમાં ૮૨ દિવસોમાં જ લાંબામાં લાંબા અંતર સુધી કાર ચલાવવી તેમજ રીવર્સમાં લાંબા આંતર સુધી ટ્રેક્ટર ચલાવવા જેવા અનેક વિશ્વવિક્રમો સર્જી ચૂકેલા સાહસિક રમતવીર સાગર ઠાકરનું હાલમાં જ ભોપાલ ખાતે યોજાયેલા વિશ્વભરના ટોચના રમતવીરોને સન્માનવા માટેના વિશેષ કાર્યક્રમમાં ઈન્ડિયા સ્ટાર આઈકોન એવોર્ડ ૨૦૧૯ થી સન્માનવામાં આવ્યા હતા.
વર્લ્ડ ટાઈકવાન્ડો ફેડરેશનની બ્લેટ બેલ્ટની ડીગ્રી ધરાવનાર સાગર ઠાકર છેલ્લા બે દસકાથી ધૂમકેતુ ડાન્સ એકેડમીના ડીરેક્ટર રૂપે રાષ્ટ્રીય સ્તરના અનેક ડાન્સર્સ પેદા કરી ચૂક્યા છે.
ભોપાલ ખાતેના કાર્યક્રમમાં વિશ્વમાંથી શ્રેષ્ઠ ૧૦૦ રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રીબોક એરોબીક્સના સર્ટીફાઈડ ટ્રેનર સાગર ઠાકરે સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. સાગરના બેન સ્વાતિ ઠાકર પણ વિવિધ રમત ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY