બાઈક ચાલકે દાખવેલી બેદકારીનો લાભ કાર ચાલકને મળ્યો
સુરત, તા.૧૩
અડાજણ ધનમોરા કોમ્પલેક્ષ પાસે થયેલા અકસ્માતમાં ગુનાના આવશ્કય તત્વો પુરવાર ન થતાં સ્વીફટ કારના ચાલક સલીમ અહમદને કોર્ટે છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ અકસ્માતમાં ભોગ બનનાર મોટર સાઈકલ ચાલકે ઈન્સ્યોરન્સનો કે વચાહનને નુકસાન થયાનો પુરવો કોર્ટમાં રજૂ કર્યો ન હતો તથા પોતે મોટર સાઈકલ પર હેલમેટ પણ પહેર્યુ ન હતું. જેનો લાભ આરોપીને મળ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ગત તા. ૨૩/૦૪/૨૦૧૭ના રોજ હિરેનભાઈ મહેતા (રહે. ગોપીપુરા) બપોરના સમયે અડાજણ સ્થિત ધનમોરા કોમ્પલેક્ષ સામે ફીજ લેવા માટે પોતાની મોટર સાઈકલ (જીજે-૫-એફજી-૭૮૭) લઈને ગયા હતા. દરમિયાન રસ્તામાં પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે પસાર થતી સ્વીટ કાર (જીજે-૫-જેએ-૩૧૩)ના ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. જેમાં તેમને ફેકચર પણ થયું હતું. આ કેસમા પોલીસે ગુનો દાખલ કરી સલીમ અહમદ (રહે. મોરાભાગળ, રાંદેર)ની ધરપકડ કરી હતી.
આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ ફરિયાદીની ઉલટતપાસïમાં એ વાત રેકર્ડ પર લાવી હતી કે બનાવના સમયે વાહન ચલાવનારે હેલમેટ પહેર્યું ન હતું. અકસ્માત પાછળથી ગયો હોય અને ફરિયાદી પડી ગયા હોય કારમાં ડ્રાઈવર સીટ પર કોણ બેસેલુ તે તેમણે જોયુ ન હતું. ઉપરાંત અકસ્માતમાં મોટર સાઈકલને નુકસાન થયાના કે મોટર સાઈકલનો વીમો હોવાના કોઈ પુરાવા ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ કર્યા ન હતા. જેથી બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સમગ્ર પુરાવો જોતા તેના આધારે ગુનાના આવશ્યક તત્વો પુરવાર થતા ન હોવાથી તેનો લાભ આરોપીને આપી આરોપીને ગુનામાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



