મૃતકની પત્નીએ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરાયો
સુરત, તા.૧૩
વ્યાજખોરના ત્રાસથી બારડોલીના રોહિતભાઈ હળપીતએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકની પત્નીએ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી હળપતિવાસમાં રહેતાસુજતાબેન રોહિતભાઈ હળપીતએ આરોપી આશિષ પ્રેમજી ભંડારી (રહે. બારડોલી જલારકામ મંદિર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પતિએ આરોપી પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા ૧૦,૦૦૦ લીધા હતા અને અવેન્ઝર મોટર સાઈકલ, આરસી બુક લઈ લીધી હતી. ત્યારબાદ આરોપી પેસાની ઉઘરાણી કરી ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતો હતો. આમ બીએસપીની વારંવાર હેરાનગતિથી ત્રાસ જઈ ફરિયાદીના પીત રોહિત ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે બારડોલી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




