કરમાલી ગામના બુટલેગર યજ્ઞેશ વસાવાની ધરપકડ
સુરત, તા.૧૩
મુંબઈથી અમદાવાદ તરફ જતા કોસંબા પાસેથી પુરપાટ ઝડપે પસાર થતી એક હોન્ડા સીટી કારમાંથી પોલીસે વગર પાસ પરમીટની ઇંગ્લિશ દારૂની ૪૧૦ નંગ બોટલ કિંમત રૂ.૬૪૬૫૦ તથા ૮૦ હજારની કાર મળી કુલ રૂ.૧.૪૯ લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગર ઝડપાઈ ગયો હતો. જ્યારે કાર ચાલક સહિત ત્રણ ઈસમો ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના કરમાલી ગામના નવી નગરી યજ્ઞેશભાઈ રમેશભાઈ વસાવા રહે છે. ગત તા.૧૨મી એિલના રોજ વહેલી સવારે હોન્ડા સીટી કાર જીજે-૫-સીબી-૧૩૬૭ના ચાલક તથા યજ્ઞેશ વસાવા પોતાની કારમાં વગર પાસ પરમીટની ૪૧૦ નંગ બોટલો કિંમત રૂ.૬૪૬૫૦ લઈને કોસંબા ગામ ઓવર બ્રીજ પાસેથી પસાર થતા હતા. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીના વિહમભાઈએ તેમની કાર આંતરીને વિદેશી દારૂની બોટલ તથા કાર મળી કુલ રૂ.૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે કાર ચાલક જયેશ તથા પ્રકાશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




