કેન્સરના કારણે આધેડ વ્યક્તિની આત્મહત્યા

0
13

સુરત, તા.૧૩
ઓલપાડ તાલુકાના ઈસનપુર ગામના રોયલ પાર્ક ખાતે એક આધેડે આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જાખાના ગામ ખાતેના વતની અને હાલમાં ઓલપાડ તાલુકાના ઈસનપુર ગામના રોયલ પાર્ક ખાતે રહેતા ૬૩ વષી૪ય દલસુખભાઈ ખુશાલભાઈ રાઠોડ છેલ્લા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. જેનાથી કંટાળી જઈ આધેડે ગતરોજ પોતાના ઘરમાં પલંગ પર ગેસનો બાટલો મૂકી તેના પર ચઢી પંખા સાથે સાડીનો કટકો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ તેમના પુત્ર હર્ષદભાઈને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY