સગીર વિદ્યાર્થીનીએ ચાર સામે છેડતીની ફરિયાદ નોંધાવી
સુરત, તા.૧૩
કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીની છેડતી કરી ચાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. તેમની એક સગીર પુત્રી કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે માસથી આજદિન સુધીમાં સગીર પુત્રી તથા તેની બહેનપણી કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી હતી. ત્યારે વરાછા પાણીની ટાંકી રવિ પાર્ક સોસાયટીમાં રહેતાં ભૂપેન્દ્ર રાહાણી તથા અજયભાઈ પરમારે તેનો હાથ પકડી છેડતી કરી તુ મારી સાથે કેમ બોલતી નથી ? તેમ કહી આરોપીઅો ફરાર થઈ ગયા હતા. પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



