કાર્યક્રમમાં ગુજલિશ અંગે પણ માર્ગદર્શન અપાયું
સુરત, તા.૨૫
જે.બી.ધારૂકાવાળા મહિલા આટ્ર્સ કોલેજમાં એફ.વાય.બી.એ. થી ટી.વાય.બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે “મોટિવેશન” અને “ગુજલિશ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ વિદ્યાર્થિનીઓએ સુંદર પ્રાર્થનાથી કર્યો. કોલેજના પ્રોફેસર શ્રી હરસુખભાઈ કાછડિયાએ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડા. દિલીપભાઈ વરસાણીએ પુસ્તક દ્વારા સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
સેમિનારમાં શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ધારૂકા કોલેજમાં અભ્યાસ સાથે જીવન ઘડતરનું ભાથું પીરસવામાં આવે છે, તે બદલ પ્રિન્સિપાલ ડા. દિલીપભાઈ અને તેમની પૂરી ટીમને ખૂબ અભિનંદન. આજના યુવાનો મોબાઇલનો ઉપયોગ ન કરે એ શક્ય નથી. ત્યારે મોબાઇલનો દરરોજ મર્યાદિત સમય પૂરતો જ ઉપયોગ કરે તે રીતે પ્રેરિત કરવામાં આવે. મોબાઇલ દ્વારા જે કંઇ નવું જાણ્યું હોય તે સમૂહમાં રજૂ કરવા કહેવામાં આવે તો ઘણું સારું પરિણામ મેળવી શકાય. કેરલનો શ્રીનાથ નામનો યુવક “કૂલી” તરીકે મજૂરીકામ કરતો હતો. યુ-ટ્યૂબનો સદુપયોગ કરી ેંઁજીઝ્રની પરીક્ષા પાસ કરીને ક્લાસ વન ઓફિસર બની ગયો.” “ગુજલિશ”અંગે સમજાવતા કહ્યું હતું કે, આપણને અંગ્રેજીમાં સ્પેલિંગ ખોટો લખતાં શરમ આવે છે, તેથી કાળજીપૂર્વક લખીએ છીએ. તેવી જ કાળજી માતૃભાષામાં પણ રાખવી જોઈએ. સેમિનારના પ્રતિભાવમાં વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, “ આજે અમને ગુજરાતી- અંગ્રેજી એમ બન્ને વિષયમાં ઘણું નવું શીખવા મળ્યું છે. હસતાં-હસાવતાં શીખવવાની આપની પદ્ધતિ ખૂબ ગમી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



