અમેરિકન એરલાઇન્સે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાન પર લગાવી રોક

0
7

વાશિંગ્ટન,તા.૧૫
અમેરિકન એરલાઇન્સે રવિવારે બોઇંગ ૭૩૭ મેક્સની ઉડાનને ઓગસ્ટના મધ્ય સુધી સ્થગિત કરી દેવાની જાહેરાત કરી છે. જા કે એરલાઇન્સ બોઇંગ અને અમેરિકી સંઘીય વિમાનન પ્રશાસન (એફએએ) દ્વારા વિમાનના કંટ્રોલ સિસ્ટમ ઠીક થવાની રાહ જોઇ રહ્યું છે. આ સિસ્ટમના કારણે પાંચ મહીનાની અંદરના ટૂંકા ગાળામાં બે મોટી વિમાન દૂર્ઘટના ઘટી હતી.
વિમાનને રદ્દ કરવાના નિર્ણયના કારણે ૧૯ ઓગસ્ટ સુધી રોજની ૧૧૫ વિમાન સેવા પ્રભાવિત થશે. એરલાઇન્સને લખેલા એક પત્રમાં જણાવાયું છે કે ગરમીની યાત્રાના મોસમમાં આ પગલું ગ્રાહકોમાં વિશ્વાસ બનાવી રાખવા માટે લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને બોઇંગ ૭૩૭ મેક્સની સેવાઓ પર દુનિયાભરમાં રોક લગવામાં આવી હતી.
આવું ઇથોપિયા વિમાન દૂર્ઘટના બાદ થયું. ઇથોપિયા વિમાન દૂર્ઘટના પહેલા ઇન્ડોનેશિયામાં પણ લાયન એરનું બોઇંગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ બંને દૂર્ઘટનામાં ૩૪૬ લોકોના મોત નિપજ્યાં હતા. બોઇંગના સોફ્ટવેરમાં ખરાબીના કારણે આ દૂર્ઘટના ઘટી. જો આ દૂર્ઘટના બાદ કેટલાક વિમાનના પાઇલટોએ પણ બોઇંગની આ સિસ્ટમ અંગે ફરિયાદ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY