એડમિશનના નામે વાલીઓ પાસેથી કરાઈ લાખોની ઠગાઈ

0
7

સુરત,તા.૧૩
શિક્ષણ હાલમાં પાયાની જરૂરિયાત છે અને આજના આધુનિક યુગમાં વાલીઓ પોતાના બાળકને સારૂ શિક્ષણ મળી રહે તે માટે સારી શાળાની પસંદગી કરતા હોય છે. વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે મોંઘી ફી ઉઘરાવતી શાળાની પણ પસંદગી કરતા હોય છે અને આજ કારણે કેટલાક લોકો વાલીઓને છેતરવાનો કારસો ઘડી નાંખતા હોય છે. કંઇક આવો જ કિસ્સો સુરતમાં બન્યો છે.
સુરત ખાતે બાળકોના એડમિશનના નામે લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સૂરતના વરાછા વિસ્તારમાં ૫૫ વ્યક્તિઓ પાસે એડમિશનના નામે ૪૧ લાખ રૂપિયાની ઠગાઇનો મામલો સામે આવ્યો છે. વાલીઓ દ્રારા જ્યોતિ પટેલ નામની મહિલાને રૂપિયા અપાયા હતા. આ મહિલાએ સૂરતની લુડ્‌સ કોનવેટ અને સેનઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન માટે રૂપિયા લીધા હતાં. વરાછામાં રેહતા અને બ્યુટી પાર્લર ચાલતી જ્યોતિ પટેલ મેં રૂપિયા આપ્યા હતા.
જાકે વાલીઓ દ્રારા પોતાના બાળકોને લુડ્‌સ કોનવેટ અને સેનઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન ના મળતા રૂપિયા પરત માંગતા ઠગાઈની હકીકત સામે આવી હતી. આ મામલે વાલીઓ દ્રારા વરાછા પોલિસ મથકમાં ઠગાઉની અરજી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY