મતદાનનો દિવસ નજીક આવતા ચૂંટણી તંત્રની વ્યવસ્થા સંપન્ન

0
6

સુરત લોકસભા બેઠકની ચૂંટણી
પોલીસ તંત્રએ સુરક્ષાને આખરી ઓપ આપ્યો
સુરત, તા.૧૩
મતદાનના આડે ગણતરીના નવ દિવસ બાકી છે, ત્યારે મતદાનના દિવસની કામગીરીને આખરી અોપ આપવા માટે સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલ તથા પો. કમિ. સતીષ શર્મા સતત બેઠકોનો દોર યોજી રહ્ના છે.
લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના નવ દિવસ બાકી છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીમાં ધમધમાટ જાવા મળે છે. મતદાનના દિવસની કામગીરીને આખરી ઓપ આપવા માટે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી કચેરીના અધિકારી કર્મચારીઓ સતત બેઠકોમાં પણ વ્યસ્ત છે. મતદાનના દિવસે ફરજ બજાવનારા કર્મચારીઓને કામગીરી સોંપવાના ઓરોને આખરી ઓપ આપવામાં આવી રહ્ના છે. બીજી તરફ પોલીસ કમિ. સતીષ શર્મા પણ પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવણમાં વ્યસ્ત છે. મતદાનના દિવસે આઠ હજારથી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેશે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો અને આસપાસના વિસ્તારોમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મતદાનના દિવસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેર જળવાઈ રહે, એ માટે બહાર ગામથી મગાવવામાં આવેલી એસઆરપી, રેપીડ એકશન ફોર્સ સહિતની પોલીસ ટીમો ધીમે ધીમે સુરત આવી રહી છે. આમ સુરત જિલ્લા ચૂંટણી વિભાગ અને પોલીસ તંત્રમાં ધમધમાટ જાવા મળી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY