વધુ એક એટીએમ કાર્ડ ધારક સાથે ૬૦ હજારની છેતરપિંડી

0
6

રૂ. ૮ હજાર ઉપાડ્યા અને મોબાઈલ પર રૂ. ૬૮ હજારનો મેસેજ આવ્યો
સુરત, તા.૧૩
પુણા પાટિયા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી ૬૮ હજાર રૂપિયા ઉપડી જતા એટીએમ કાર્ડ ધારકે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એકટ તથા ૪૨૦ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મધ્યપ્રદેશ રાજ્યના મોરેના જિલ્લાના વતની અને હાલમાં દેવધ ગામના આનંદી હાઈટ્સ ખાતે દર્શન ભગીરામ બગેલ રહે છે. ગત તા. ૩ ઓક્ટોબર-૨૦૧૮ના રોજ તેઅો પુણા પાટિયા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ એટીએમમાં ૨૦ હજાર રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યારે ૨૦ હજાર રૂપિયા ઉપાડવા એટીએમ સમર્થ નથી તેવું આવતું હતુ. ત્રણ-બ્ત્રણ વાર આવુ લખાણ આવ્યા બાદ ચોથી વાર તેમને ૮ હજાર રૂપિયા લખીને પ્રોસેસ કરતા થોડા સમય પછી મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે ૬૮ïહજાર રૂપિયા રોકડા રૂપિયા ઉપડી ગયા છે. પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY