સુમન શાળામાં ઉર્દૂ માધ્યમમાં ધો. ૯ના પ્રવેશ માટેની જટીલ સમસ્યા

0
7

વધુ વર્ગો શરૂ કરવાની માંગણી
ધો. ૯મા ૫૦૦ માટે પ્રવેશ ઉપલબ્ધ અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થિનીઅોની સંખ્યા ૧૩૩૭
સુરત, તા.૧
શહેરમાં ઉર્દૂ માધ્યમની ૨૭ શાળાઓમાંથી ધો. ૮માં ૧૩૩૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ધો. ૯માં ઉર્દૂ માધ્યમની માત્ર ૨ સ્કૂલોમાં ૫૦૦ને પ્રવેશ આપી શકાય તેમ હોવાથી ૮૩૭ બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતા અટકાવવા ઉર્દૂ માધ્યમની શાળા શરૂ કરવા શાસનાધિકારીને રજૂઆત કરાઈ છે.
મુસલમાન શાહ (ફકીર) સમાજ દ્વારા આજે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં ઉર્દૂ માધ્યમની ૨૭ શાળાઓમાં ૬૩૧ કુમાર અને ૭૦૬ કન્યા મળી ૧૩૩૭ વિદ્યાર્થીઓ ધો. ૮ ઉત્તીર્ણ થયા છે. સુરતમાં ધો. ૯ ઉર્દૂ માધ્યમ માટે માત્ર બે શાળાઓ છે. સિમ્ગા હાઈસ્કૂલ અને સુમન હાઈસ્કૂલ આ બે શાળાઓમાં ધો. ૯ ઉર્દૂ માધ્યમના ૫૦૦ બાળકોને પ્રવેશ આપી શકાશે. બાકીના ૮૩૭ બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું અટકાવવા માટે લીંબાયત વિસ્તારમાં કન્યાઓ માટે ઉર્દૂ માધ્યમની સુમન હાઈસ્કૂલ શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY