બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરો માટે મતદાનના દિવસે ફરજિયાત રજા

0
2

૨૩મી એપ્રિલ-મતદાનના દિવસે સવેતન રજા આપવી પડશે
સુરત, તા.૧૬

ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯નું મતદાન તા. ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ દિવસે સુરત શહેર-જિલ્લાના કારખાનાઓ, બિલ્ડીંગ અને અન્ય બાંધકામ સાઇટો પર કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના સુરત રિજિયનના સંયુક્ત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
સુરત જિલ્લાના કારખાના ધારા- ૧૯૪૮ હેઠળ કારખાનાઓ તેમજ બિલ્ડીંગ અને અન્ય કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ હેઠળ નોંધાયેલ બાંધકામ સાઇટોમાં કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા- ૧૯૫૧ ની કલમ- ૧૩૫બી અન્વયે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહે છે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. તેમજ કોઇ કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય તો જે પગાર મેળવવા પાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે. રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા મતદારના કિસ્સા અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી તેમના મત આપવાના અધિકાર ભોગવી શકે તે માટે તેમને ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર/માલિક/નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY