મોટાવરાછા-ભરથાણા રોડ પરથી મળેલી લાશ અંગે ખૂનનો ગુનો દાખલ

0
7

આવાસના રહીશ સંતોષ શિંદેની હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું
સુરત, તા.૧૬
મોટાવરાછા-ભરથાણા ટી પોઈન્ટ પાસે એક ઈસમને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી હત્યા કરી પુરાવાઓનો નાશ કરવા મોટાવરાછા ખાતે જાહેરમાં ફેકી દઈ ચાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે હત્યા તથા પુરાવાઓના નાશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી-કોસાડ આવાસ ખાતે સારૂબેન કિશનલાલ સતવા રહે છે. ગત તા.૭મી માર્ચ ૨૦૧૯ના રોજ સંતોષ કિશનલાલ શિંદેને ચાર અજાણ્યા ઈસમોએ એક સફેદ કલરની ગાડીમાં બેસાડી કોઈ અગમ્ય કારણોસર હતયા કરી નાંખી પુરાવાઓનો નાશ કરવા મોટાવરાછા ભરથાણા ટી પોઈન્ટ પાસે ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. ગત તા.૭મી માર્ચના રોજ બનેલી ઘટનામાં અમરોલી પોલીસે પ્રારંભિક તબક્કામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આ વિધવા માતા સારૂબેને રૂબરૂમાં અમરોલી પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા તથા પુરાવાઓના નાશનો ગુનો દાખલ કર્યો હતો. અમરોલી પોલીસ મથકના પીઆઈ ડી.એસ. કોરાટે તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY