યુપીના વતની જમીન દલાલ આરોપીની ધરપકડ
સુરત, તા.૧૬
ડીંડોલી વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી પરિવારની સગીર પુત્રી સાથે બળાત્કાર કરનારા ઉત્તર પ્રદેશના વતની અને જમીન દલાલ યુવકની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના વતની અને હાલમાં ડીંડોલી શ્રી રેસીડેન્સી ખાતે રહેતાં ૨૮ વર્ષના આદેશ જયદયાલ પાંડે પોતે જમીન દલાલ છે. તેમણે ગત દિવસોમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. ડીંડોલી પોલીસે સગીરાની ફરિયાદ નોંધી તેણીનું મેડીકલ પરીક્ષણ સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું હતું. પોલીસે આરોપી આદેશ જયદયાલ પાંડેની ગતમોડી રાત્રે ધરપકડ કરી હતી. આજે સવારે તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપતા ડોક્ટરોએ તેનું મેડીકલ પરીક્ષણ કયુ* હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



