સુરત, તા. ૨૫
વલસાડ રેલવે પ્લેટફોર્મ પર નોન ઈન્ટરલોકીંગ કામગીરી માટેï ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી મેગા બ્લોક સુધી સુરત-વિરાર મેમુ ટ્રેન રદ રહેશે જ્યારે બાકીની અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર થશે.વલસાડ રેલવે સ્ટેશન પર બની રહેલા ચોથા અને પાંચમાં પ્લેટફોર્મ પર નોન ઇન્ટરલોકિંગ પગલે પશ્ચિમ રેલવેએ ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધીનો મેગા બ્લોક લીધો છે. જેને કારણે સુરત વિરાર મેમૂ ચાર દિવસ માટે રદ કરાઈ છે. તેમજ વાપી – સુરત પેસેન્જર લોકલ આગામી શુક્ર, શનિ અને રવિવારે રદ કરવામાં આવી છે.
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત વિરાર મેમૂ ટ્રેન આગામી ગુરૂ, શુક્ર, શનિ અને રવિવારના રોજ રદ કરાય છે. વાપી – સુરત પેસેન્જર લોકલ શુક્ર, શનિ અને રવિવારે રદ રહેશે. જ્યારે ૧૨૯૪૪ કાનપૂર વલસાડ એક્સપ્રેસ ૨૯મી ડિસેમ્બરે ઉધનાથી કાનપૂર સુધી દોડાવાશે. આ ટ્રેન વલસાડ અને ઉધના વચ્ચે દોડશે નહીં. તેવી જ રીતે ૧૯૦૫૧ વલસાડ મુઝ્ઝફર એક્સપ્રેસ ૨૯મી ડિસેમ્બરે ઉધનાથી મુઝફ્ફરપુર વચ્ચે દોડાવાશે. આ ટ્રેન પણ ઉધના અને વલસાડ વચ્ચે દોડશે નહીં.
મોટી સંખ્યામાં નોકરિયાતો અને ધંધાદારીઓ સુરત તરફ આ ટ્રેન મારફતે જતા હોય છે. બીજા વિસ્તારોમાંથી નાઈટ ડ્યુટી કરતા નોકરિયાત મુસાફરો ઉપરોક્ત ટ્રેનમાં જતા હોય છે. ત્યારે ઉપરોક્ત ટ્રેનો રદ થતા મોટી સંખ્યામાં મુસાફરોને અસર થશે. ગત રોજ કિમમાં બે લોકલ ટ્રેન રદ કરાતા મુસાફરોએ હોબાળો કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



