રાજ કોર્નરની લિફ્ટ ખોટકાતા બે વિદ્યાર્થી અને શિક્ષિકા ફસાયા

0
7

ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે સિક્યુરિટી ગાર્ડે ત્રણેયને હેમખેમ બહાર કાઢ્યાં
સુરત, તા.૧૭
આજે સવારે સવા આઠ વાગ્યાના સુમારે અડાજણ પાલ સ્થિત એલ.પી. સવાણી સ્કૂલની સામે આવેલ રાજ કોર્નર એપાર્ટમેન્ટમાં લીફ્ટ ખોટકાતા એક ટીચર અને બે વિદ્યાર્થીઓ ફસાયા હતા.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે આઠ વાગ્યાના સુમારે પાલ અડાજણ ખાતે એલ.પી. સવાણી સ્કૂલ સામે રાજ કોર્નર એપાર્ટમેન્ટની લીફ્ટમાં લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર મિશ્રા તાત્કાલિત ઘટના સ્થળે પહોîચી ગયા હતા. ફાયર સ્ટાફ પહોંચે તે પહેલાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરમાં ફસાયેલ શિક્ષિકા પ્રિતીબેન પરીખ ઉ.વ.૪૦ અને વિદ્યાર્થી આર્યન ઉ.વ.૧૩ અને મંથન ઉ.વ.૧૨ને સહી સલામત બહાર કાઢી લીધા હતા. લીફ્ટ ખોટકાતા આશરે ૧૦ થી ૧૫ મિનિટ સુધી ત્રણે જણાં લીફ્ટમાં ફંસાયા હતા. પરંતુ સદ્ïનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY